વલસાડ જિલ્લાના ૩ લાખ વિદ્યાર્થીઓઍ સ્વચ્છતા શપથમાં ભાગ લીધો
- byDamanganga Times
- 21 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૦ ઃ સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર ૨૦૨૬ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં તા. ૧૨ થી ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી છે, જેમાં સ્વચ્છતા શપથ કાર્યક્રમમાં જિલ્લાની તમામ ૧૫૦૮ શાળામાં ૩,૦૪,૩૪૨ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડમાં સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર -૨૦૨૬ અભિયાન અંતર્ગત અટલબ્રિજ પાસના દરિયા કિનારે સફાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તાલુકા વિકાસ અધિકારી, ખ્દ્દફું, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, ત.ક.મંત્રી, લ્ગ્પ્-ઞ્ કર્મચારીઓ, પંચાયત સભ્ય, ગ્રામજનો, આંગણવાડી વર્કર, આચાર્ય, તેમજ બાળકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા. વલસાડ તાલુકાના મગોદ ડુંગરી ગામે જેટી પાસે દરિયા કિનારાની સાફ સફાઈ કરવામાં આવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, ઍસબીઍમ સ્ટાફ, સરપંચ અને ગામ લોકો હાજર રહ્ના હતા. આ જ રીતે ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં દરિયા કિનારે સફાઈ કરવામાં આવી હતી, જેમાં નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય રમણલાલ પાટકર, કલેકટર નીતિન સાંગવાન, તાલુકા વિકાસ અધિકારી, ખ્દ્દફું, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ,ત.ક.મંત્રી, લ્ગ્પ્-ઞ્ કર્મચારીઓ, પંચાયત સભ્યો, ગ્રામજનો, આંગણવાડી વર્કર, આચાર્ય, તેમજ બાળકો ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં શ્રમદાન કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
