રાતા ખાડી સ્મશાનભૂમિ ખાતે શ્રમદાન કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 19 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૧૮ ઃ આજરોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ના નેતૃત્વમાં રાતા ખાડી ખાતે આવેલ સામુહિક સ્મશાનભૂમિ ખાતે વિશેષ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીના સેવા પખવાડિયા અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સ્મશાનભૂમિ પરિસરની સફાઈ અને સુશોભન કરીને સ્વચ્છતા અને પર્યાવરણ જતનનો ઍક સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
જેમાં જિલ્લા પંચાયત સદસ્ય મિતેષભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ, નાનાપોંઢા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન પટેલ, તાલુકા પંચાયત દંડક વિજય પટેલ તેમજ તાલુકા પંચાયત સદસ્ય ભદ્રેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત સ્થાનિક સરપંચ, તાલુકા વિકાસ અધિકારી સહિતના સરકારી અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનોઍ ઉત્સાહભેર શ્રમદાન આપી પરિસરને સ્વચ્છ બનાવ્યું હતું.
