વાપી હરિયા હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
- byDamanganga Times
- 19 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છા આપવા ના હેતુથી હરિયા હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી તથા પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ વાપી જી આઈ ડી સી હરિયા હોસ્પિટલ કેમ્પસ તેમજ આસપાસના જાહેર વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ, વાપી વીઆઈઍ પ્રમુખ સતિષભાઈ પટેલ, હરિયા રોટરી હોસ્પિટલના ટ્રસ્ટી ભરતભાઈ પટેલ સહિત સંગઠનના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને હોસ્પિટલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતા. અભિયાન દરમિયાન હોસ્પિટલ પરિસર તથા જાહેર જગ્યાઓની સફાઈ કરી સ્વચ્છતા જાળવવા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો.
