દેવકા ‘દેવભૂમીના રાજા’ ગણેશ મંડળમાં આરોગ્ય શિબિર યોજાઈ
- byDamanganga Times
- 19 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૮ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નાની દમણ દેવકા રોડ સ્થિત દેવભૂમિનો રાજા ગણેશ પંડાલ ખાતે સેવા અને આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે નાગરિકો માટે નિઃશુલ્ક આંખોની તપાસ અને હિમોગ્લોબિન (ણ્ણુ) તપાસ કરવામાં આવી હતી. તેમજ જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય શિબિરમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર, ધરમપુરની મેડિકલ ટીમે સેવાઓ આપી હતી.
આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે સમર્પિત સેવાઓ બદલ નમો હોસ્પિટલ, દમણના ડોક્ટરો, ર્નસિંગ અધિકારીઓ અને આરોગ્યકર્મીઓને દમિની વુમન્સ ફાઉન્ડેશન તરફથી પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ડૉ. અંજલિ ભંડારી, ડૉ. શિવાની પટેલ, નિરંજના ટંડેલ, અર્ચના જોશી, બેલા જોશી અને કલ્પના મહેતાનો સમાવેશ થાય છે.
વાર્ડ નંબર ૯ના કાઉન્સિલર અને દમિની વુમન્સ ફાઉન્ડેશનના સ્થાપક-અધ્યક્ષ સિમ્પલ કટેલાઍ તમામ ડોક્ટરો, ર્નસિંગ અધિકારીઓ, આરોગ્યકર્મીઓ તથા મેડિકલ ટીમનો સેવાઓ અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ આરોગ્ય શિબિરનું આયોજન દેવભૂમિનો રાજા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. વડા-ધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી જનસેવા અને આરોગ્યસેવાના માધ્યમથી કરી જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
