Damanganga Times.

Damanganga Times.

September 19, 2026

ધરમપુરના રક્તદાન કેમ્પમાં ૧૨૧ યુનિટ રક્ત ઍકત્ર થયું

ધરમપુરના રક્તદાન કેમ્પમાં ૧૨૧ યુનિટ રક્ત ઍકત્ર થયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૮ ઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ધરમપુરના મહારાણા પ્રતાપ હોલ ખાતે આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન કુલ ૧૨૧ યુનિટ રક્ત ઍકત્રિત કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.  ઉપરાંત લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોબાઇલ, ટીવી, ફ્રિજ, સાયકલ, કપલ વોચ, સ્પીકર અને મિક્સર મશીન સહિતના આકર્ષક ઇનામો માટે રક્તદાતાઓને તક આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ ચોરેરા,  મહેન્દભાઈ ચૌધરી, શહેર મહામંત્રી જીગ્નેશ કાપડિયા, અક્ષય ચૌધરી, નગરપાલિકા પ્રમુખ મયંક મોદી, પાલિકાના ઉપપ્રમુખ ઉમાબેન ભોયા, કારોબારી અધ્યક્ષ મહેશ ગાયકવાડ, બાંધકામ સમિતિના ચેરમેન સમીપ રાંચ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેશ પટેલ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન હિતેશ રાઠોડ, નગરપાલિકા સભ્યો હિરેન પટેલ, રક્ષાબેન જાદવ, ભક્તિબેન કાપડિયા, દીપિકા પટેલ, દીપમાલા ચોનકર, પીન્કી બેન,શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના મહેશભાઈ ખોખાણી, યુવા મોરચાના સૌરભભાઈ માહલા, હરદીપસિંહ રાવલ સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્ના હતા.