વાપીમાં લાયન્સ બ્લડ બેîક દ્વારા રકતદાન કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 19 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ ભાજપ પારડી વિધાનસભા, ઍન્જિનિયર્સ ઍસોસિઍશન ઓફ વાપી, લઘુ ઉદ્યોગ ભારતી - વલસાડ ડિસ્ટ્રિક્ટ અને વાપી ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ૭૬માં જન્મદિવસ ના શુભ અવસર પર વાપી જી. આઈ. ડી. સી. સ્થિત ભૂરીબેન પોપટ લાખા લાયન્સ બ્લડ બેંક ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ (ગ્શ્રંંફુ ર્ઝ઼ંઁદ્દજ્ઞ્ંઁ ર્ઘ્ીષ્ટ) નું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ રક્તદાન શિબિરને સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાતના નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા દીપ પ્રજ્વલિત કરી શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વલસાડ જીલ્લા લઘુ ઉદ્યોગ ભારતી ના અધ્યક્ષ મેહુલભાઈ પટલ અને તેમની વાપી ઍકાઈની ટીમ સહીત વાપી અને આસપાસના નામી અનામી મહાનુભાવો હાજર રહ્ના હતા, આ રક્તદાન કેમ્પમાં ૨૦૧ યુનિટ રક્ત ઍકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જેની સામે કુલ ૨૦૨ યુનિટ ભેગું કરવામાં આયોજકોઍ સફળતા મેળવી હતી.
