વાપીમાં ગાંજા સાથે ઝડપાયેલા ૩ આરોપીઓને ૧૦ વર્ષની કેદ
- byDamanganga Times
- 19 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧૮ ઃ પાંચ વર્ષ અગાઉ વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલા સુલપડ નજીક ઝુંપડપટ્ટીમાંથી ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતા ત્રણ આરોપીઓને વલસાડનાં ચોથા ઍડિશનલ ડિસ્ટ્રીક્ટ જજે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧ લાખનો દંડ ફટકારતો મહત્વપૂર્ણ હુકમ કર્યો હતો. દંડ ન ભરે તો આરોપીઓઍ વધુ ૬ મહિનાની કેદ ભોગવવાની રહેશે.
પાંચ વર્ષ અગાઉ વાપી ટાઉન પોલીસે ૭.૫૫૬ કિલોગ્રામ ગાંજો કિંમત ૭૫,૫૬૦ રૂપિયા બે નંગ મોબાઈલ ફોન કિંમત ૫,૫૦૦ મળી કુલ ૮૧,૦ ૬૦ રૂપિયા ના મુદ્દા માલ સાથે મનોજકુમાર જગદેવસીંગ ઠાકુર ઉ.વ. ૩૮, ભુષણ જામુનભાઈ ચોરસીયા ઉ.વ. ૨૮, તથા અભીષેકકુમાર અશોકસિંહ તમામ રહે. સુલપડ વાપીનાઍ નાશિકથી ગાંજો મંગાવી વાપીમાં છૂટક વેચાણ કરતા હોવાનું પકડાયેલા મુખ્ય આરોપી મનોજકુમાર ઠાકુરે કબૂલાત કરી હતી કે તે નાશિક મહારાષ્ટ્ર માં ગોદાવરી નદી નજીક રહેતા સચિન્દરકુમાર પાટીલ પાસેથી ઍસ.ટી. બસ મારફતે ગાંજાનો જથ્થો મંગાવતો હતો. આ જથ્થો લાવ્યા બાદ તે પોતાના સહ-આરોપીઓ ભુષણ ચોરસીયા અને અભિષેકકુમાર સાથે મળીને વાપી ખાતે ઝુંપડામાં રાખી છૂટક વેચાણ કરતો હતો. પોલીસે ગાંજો પૂરો પાડનાર સચિન્દરકુમાર પાટીલને વોન્ટેડ જાહેર કર્યો હતો. જે અંગે પોલીસે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફઝ઼ભ્લ્ ઍકટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી), અને ૨૯ હેઠળ ગુનો નોંધી, કાયદેસરના સેમ્પલ જ્લ્ન્ ગાંધીનગરમાં મોકલી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. વલસાડની ચોથી ઍડિશનલ કોર્ટે નાં જજ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા આધાર-પુરાવા, પંચનામા અને ઍપીપી અનુપ મિસ્ત્રીની સચોટ રજૂઆતોને ધ્યાને રાખી વલસાડનાં ચોથા ઍડિશનલ ડિસ્ટ્રીક્ટ જજે ત્રણેય આરોપીઓને ૧ લાખનો દંડ અને ૧૦-૧૦ વર્ષની કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ હુકમ કર્યો હતો. દંડ ન ભરે તો આરોપીઓઍ વધુ ૬ મહિનાની કેદ ભોગવવાની રહેશે.
