Damanganga Times.

Damanganga Times.

September 19, 2026

વાપીમાં રાહદારીનો ફોન ઝૂંટી બે ફરાર

વાપીમાં રાહદારીનો ફોન ઝૂંટી બે ફરાર


વાપી, તા.૧૮ ઃ વાપીના આશાધામ સ્કુલની સામે કોપરલી રોડ પર મોબાઈલ સ્નેચિંગની ઘટના બની છે. વાપી ઞ્ત્ઝ઼ઘ્ ગુંજન ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં મ્યુચ્યુઅલ સીના હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા વિકાસકુમાર નરેન્દ્રકુમાર શ્રીવાસ્તવ (ઉ.વ.૩૭) ગત તા. ૧૬/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રે ૧૦ઃ૩૦ થી ૧૧ વાગ્યાના અરસામાં પોતાના મિત્ર સાથે ફોન પર વાત કરતા-કરતા ચાલતા જઈ રહ્ના હતા.
ત્યારે પાછળથી સફેદ કલરની ઍક્ટિવા પર આવેલા ૨૦ થી ૨૨ વર્ષના બે અજાણ્યા ઈસમોઍ તેમના હાથમાંથી ઓપ્પો કંપનીનો  મોબાઈલ કિ.રૂ. ૧૭૦૦૦ ખેંચીને વાપી ગુંજન ચાર રસ્તા તરફ નાસી ગયા હતા. અંધારું અને ચાલકે ઝડપભેર હંકારતા નંબર પ્લેટ જોઈ શકાઈ ન હતી.
આ મામલે વાપી ટાઉન પોલીસમાં બે અજાણ્યા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ વાપી ટાઉનમાં ગઈ કાલે વહેલી સવારે ઍક ફૂલના વેપારીના હાથ માંથી આશરે ૪૦ હજારની કિંમત નો મોબાઇલ ફોન બાલમંદિર સામેથી કોઈ ચોર ઇસમ ઝૂંટવીને રેલ્વે સ્ટેશન તરફ ભાગી ગયાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાય તો સીસી ટીવી ફૂટેજ આધારે ચોરની ઓળખ કરી ઝડપી પાડવામાં સફળતા મળી શકે તેમ છે.