Damanganga Times.

Damanganga Times.

September 19, 2026

વાપી-બલીઠા સબવેને જાડતો રોડ ભ્રષ્ટાચાર કે બેદકારીની પરાકાષ્ટા

વાપી-બલીઠા સબવેને જાડતો રોડ ભ્રષ્ટાચાર કે બેદકારીની પરાકાષ્ટા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૮ ઃ વાપીના બલીઠા સબવેને જોડતો પૂર્વ વિસ્તારનો મુખ્ય રોડ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે અને ડામર ઉખડી જતા વાહનચાલકો માટે આ રોડ જીવલેણ થવાની ભીતિ છે.
બલીઠા સબવે વાપીના પૂર્વ પડ્ઢિમ વિસ્તારમાં અવરજવર માટે જે ટાઈપ મોટા રેલ્વે નાળા બાદ હજારો વાહન ચાલકો માટે જીવાદોરી સમાન છે.જ્યાંથી રોજ હજારો વાહનો પસાર થાય છે. ચોમાસા દરમિયાન રોડની હાલત વધુ વણસી છે. બાઇક સવારો વારંવાર લપસીને પડી જાય છે,જેથી ગંભીર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. અહીં રેલ્વે તરફના માર્ગ ઉપર કોઈ સેફટી વોલ ન હોવાથી રેલવેની ગટરમાં વાહન ચાલકો ખાબકી પાડવાની ભીતિ રહે છે. બે મહિના પહેલા  ભારે વરસાદમાં આ સબવેનો પડ્ઢિમ તરફ હાઈવેનો ઍપ્રોચ રોડ બેસી ગયેલો જે બાદ તંત્ર ઍ થૂંક ચોપડવા જેવું કામ કરેલું આજે પણ દેખાય છે.
તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાય છે.તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ નહીં થાય તો દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. આ બાબતે આર ઍન્ડ બી ના અધિકારી જતીન પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે કોઈ કારણસર ફોન ઉપાડ્યો ન હતો. લોકોની માંગ છે કે તંત્ર વહેલી તકે આ રોડનું રીસરફેસિંગ કરી લોકોને રાહત આપે.