Damanganga Times.

Damanganga Times.

September 19, 2026

વલસાડ જિલ્લા પત્રકાર સ્નેહ મિલન સમારોહ યોજાયો

વલસાડ જિલ્લા પત્રકાર સ્નેહ મિલન સમારોહ યોજાયો


વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ જિલ્લા માહિતી કચેરીના નવા ભવનના લોકાર્પણને અનુલક્ષીને જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મચારીઓ સાથે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીસાઍ જણાવ્યું હતું કે સરકાર અને -જા વચ્ચે માહિતીના સેતુ તરીકે માહિતી કચેરી કાર્ય કરે છે ત્યારે માહિતી કચેરી અને મીડિયા વચ્ચેનો સંબંધ માત્ર વ્યવસાયિક નથી પરંતુ પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સંવાદનો સંબંધ છે. માહિતી મદદનીશ જિજ્ઞેશ સોલંકીઍ સ્વાગત પ્રવચન કર્યુ હતું. નવા ભવનના નિર્માણ બદલ વરિષ્ઠ પત્રકાર ઉત્પલ દેસાઈઍ પ્રતિભાવ આપવા સાથે સૌ પત્રકારોઍ માહિતી ખાતાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર સુનિલ મહેતા, અધિક્ષક અક્ષય દેસાઈ, ઓપરેટર પ્રફૂલ પટેલ, ટેકનિકલ આસિસ્ટન્ટ મહેશ પટેલ, જુનિયર કર્લાક સુનિતા પટેલ સહિતનો સ્ટાફ અને જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.