Damanganga Times.

Damanganga Times.

September 18, 2026

દમણની શ્રીનાથજી કોલેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવાયો

દમણની શ્રીનાથજી કોલેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૭ ઃ આજરોજ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ પર દમણ દિવ દાનહ ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગારીયા અને ઍમની ટીમ દ્વારા દમણની શ્રીનાથજી બીબીઍ અને બીસીઍ અને બીકોમ કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહેશભાઈ અઞારીયા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને વડાપ્રધાનના જીવન વિશે અને તેમણે દેશના વિકાસ માટે કરેલ કાર્યોની માહિતી વિગતે આપવામાં આવી હતી, તયારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન ના જીવન વિશે અને ઍમની દેશના વિકાસમાં રહેલ ભૂમિકા વિશે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં મહેશભાઈ અગારીયા અને ઍમની ટીમ દ્વારા કેક કાપીને વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાનના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.