Damanganga Times.

Damanganga Times.

September 18, 2026

વલસાડ બુધસભા પરિવાર દ્વારા સઋષિ પરિસંવાદ યોજાયો

વલસાડ બુધસભા પરિવાર દ્વારા સઋષિ પરિસંવાદ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૭ ઃ બુધસભા પરિવાર વલસાડ દ્વારા તાજેતરમાં સર્ષિ ઋષિનું જીવન, અનુબંધ, લાક્ષણિકતાઓ, યોગદાન, વિશિષ્ટતા, મર્યાદાઓ...તપસ્વી જીવન કથન ઉપર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં જુદા જુદા વક્તાઓ દ્વારા વ્યક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વરિષ્ઠ વક્તા મહેશભાઈઍ સુવ્યવસ્થિત રીતે, ઊંડું અધ્યયન કરીને જે રીતે ભારતના  ઋષિઓ અંગે પ્રકાશ પાથર્યો ઍ ખરેખર ગમ્યું. પ્રો મીનાબેન શાહ તરફથી જમદગ્નિ ઋષિની અજાણ ,રહસ્યમયી વાતો રજૂ થઈ. ભાવિનીઍ પરિશ્રમ કરીને ઋષિ ભારદ્વાજ વિશે રસપ્રદ માહિતી પીરસી રમેશભાઈ ચાંપાનેરીઍ ઋષિનું પ્રદાન, જીવન, મહતા અને અત્રિ ઋષિનું વિશેષ મહત્વ દર્શાવ્યું. પ્રકાશભાઈઍ ઋષિ વશિષ્ઠ અને ઋષિ વિશ્વામિત્રના સંયોજનો, ઋષિ વિશ્વામિત્રની જન્મગત, ઇતિહાસ સુંદર રીતે રજૂ કરી. ભારતની વૈદિક સંસ્કૃતિમાં ઋષિ જીવનશૈલીનું ખૂબ ઊંડું પ્રદાન છે. કિરણભાઇઍ ભામતીના ઉત્તમ પ્રદાનની રોચક, મહત્વની જાણકારી આપી હતી.

પ્રફુલાબેન જાડેજાઍ સર્ષિની પધ્ય રચના રજૂ કરી. જે શિવ અને પાર્વતીના સંબંધિત રહી અને સહુને ગમી આજની બુધસભા ઋષિમય રહી હતી.