Damanganga Times.

Damanganga Times.

September 18, 2026

વાપીની રોફેલ કોલેજમાં ઈનામ વિતરણ-વ્યાખ્યાન યોજાયું

વાપીની રોફેલ કોલેજમાં ઈનામ વિતરણ-વ્યાખ્યાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ શ્રીમતી સી.ડી.જોબાલીયારોફેલ આર્ટસઍન્ડ શ્રીમતી આઈ.ઍસ.આર.અચ્છારીવાલા રોફેલ કોમર્સ કોલેજ, વાપીમાં તારીખ ૧૦/૦૯/૨૦૨૬ ના રોજ વિદ્યાર્થીઓઍશૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં યુનીવર્સીટી પરીક્ષામાં મેળવેલ સિદ્ધિઓને બિરદાવવા તથા તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે ‘ઈનામ વિતરણ’તેમજભારતીય જ્ઞાન પરંપરા વિષય પર‘વ્યાખ્યાન’ નું આયોજન કરવામાં આવ્યું. આકાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.  ત્યારબાદ કોલેજના આચાર્ય પ્રિ. ડૉ. હેમાલીબેન દેસાઈ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરી તેમનો પરિચય આપવામાં આવ્યો. ત્યાર બાદ યુનીવર્સીટી પરીક્ષામાં કોલેજ કક્ષાઍ સૌથી વધુ ગુણ પ્રા કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. ઈનામ મેળવનાર વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.  ત્યારબાદ વક્તાશ્રી ડૉ. સાગર દવે (બ્લ્ઝ઼-ફચ્ભ્, ધ્ઘ્ઞ્, ઞ્શ્થ્ખ્ય્ખ્વ્)દ્વારાભારતીય જ્ઞાન પર્માંપરા વિષય પર પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક વ્યાખ્યાન આપ્યું.   

કાર્યક્રમના અંતિમ તબક્કામાં આભારવિધિ કોલેજનાપ્રાધ્યાપક ડૉ. ઍમ.યુ. દરૂ દ્વારાકરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મહેમાનો, આચાર્ય, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આચાર્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જેનુંસંચાલન ડૉ. અમિતા ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું.