ધરમપુરમાં છેક ઈ.સ. ૧૯૮૪માં ઈકો ફ્રેન્ડલી ગણેશની શોભાયાત્રા ગજરાજ પર નિકળી હતી
- byDamanganga Times
- 18 September, 2026
માહિતી અને તસવીર સૌજન્ય ઃ નિમેષ ભટ્ટ, ધરમપુર
ધરમપુર, તા. ૧૭ ઃ ધરમપુરનું સૌથી જાણીતું, ધમધમતું અને શહેરની મધ્યમાં આવેલું સ્થળ ઍટલે સમડી ચોક. ધરમપુર ના રાજવી સમયકાળમાં આ ચોકમાં ઍક વિશાળકાય સમડીનું વૃક્ષ હતું. આ વૃક્ષને કારણે આ સ્થળનું નામ ‘સમડી ચોક’ પડ્યું હતું.રાજવીઍ પોતાના મહેલ દરબાર ગઢ ની અડીને આવેલા સમડી ચોક ઉપર અને પાંજરોળીયા ફળીયામાં ક્ષત્રિય પરિવારોને વસાવ્યા આવ્યા હતા. તેમાં પાંજરોળીયા, ઘરીયા, રાવલજી, વાંસિયા તથા ગૌસ્વામી તેમજ મરાઠા સિંધે પરિવાર મુખ્યત્વે છે ઘેલા પાંજરોળીયા નો ધરમપુર બચાવવાનો સંઘર્ષ, રાજવી સમયના પુસ્તકોમાં નોંધાયેલો છે. સમડી ચોક માત્ર ઍક સ્થળ નથી; તે આઝાદી બાદ પણ ધરમપુરના હિત માટેના સંઘર્ષ અનેક પરંપરાઓનું આગેવાની કરવાનું સાક્ષી છે. ધરમપુરના અને હિંદુઓ ના હિત માટે સમડીચોક ના ભીડવીરો કોઈપણ સંઘર્ષ કરવા તત્ત્પર જ હોય છે.જેથી ગુજરાતમાં જે રીતે અમદાવાદ ના ખાડિયા વિસ્તારનું સ્થાન છે ઍ રીતે ધરમપુર તાલુકા નું ખાડિયા ઍ સમડી ચોક છે. સમડી ચોક ઉપર રાજવી સમયથી પ્રગટતી આવતી ધરમપુરની હોળી આજે પણ ગુજરાતના સૌથી મોટી હોળીનું સ્થાન ધરાવે છે. સમડી ચોક પર ૭૦ ના દાયકાથી ગણેશજી મહોત્સવ પણ ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવાતો આવ્યો છે. વર્ષો સુધી ધરમપુર પંથકમાં ગણેશજીની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત થતી હોય તો તે સમડી ચોકની ગણેશ પ્રતિમા હતી. ગણેશજી ભવ્ય પ્રતિમાઓ, આધ્યાત્મિકતા અને નાગરિકો ના સંગઠનના કારણે સમડી ચોકના ગણેશજી ધીમે ધીમે સમગ્ર ધરમપુર પંથકના લોકહૃદયમાં વિશેષ સ્થાન બનાવતા ગયા. સને ૧૯૮૪માં સમડી ચોકના ગણેશજી ગજરાજ પર નીકળેલી ઍ ઐતિહાસિક વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ગજરાજ ઉપર બિરાજેલા ગણેશજીની આ અદભુત ઝાંખી જોવા માટે આખા ધરમપુર નગર, તાલુકામાંથી હજારો લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા.તે સમયની આ અનોખી અને ભવ્ય વિસર્જન યાત્રા ૧૯૮૦ પછી જન્મેલા પ્જ્ઞ્શ્રશ્રફૂઁઁર્જ્ઞ્ીશ્રસ્ન્ / ઞ્ફૂઁ ળ્, ઞ્ફૂઁ ક્ષ્, ઞ્ફૂઁ આલ્ફા યુવા યુવતીઓ, બાળકો, અજાણ છે.પણ વડીલોના મનમાં ધાર્મિક-સાંસ્કૃતિક સ્મૃતિમાં આજે પણ તાજી છે. વર્ષો થી આજે પણ ગણેશજી આગમન કે ગણેશ વિસર્જન યાત્રા માં સમડી ચોક ની ગણેશજીની પ્રતિમા જ આકર્ષણનું કેન્દ્ર બને છે. આજેપણ સમડી ચોકના ગણેશજીનું આગમન કે વિસર્જન યાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે.
