વાપી કસ્ટમ રોડ પર બે સ્કૂટર વચ્ચે અકસ્માત
- byDamanganga Times
- 18 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૭ ઃ વાપીના અતિ વ્યસ્ત ગણાતા કસ્ટમ રોડ પર ગઈકાલે મોડી રાત્રે બે વાહનો વચ્ચે જોરદાર ટક્કરનો બનાવ બન્યો હતો. અકસ્માત ઍટલો ભીષણ હતો કે ટક્કર બાદ બંને વાહનોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું અને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્ના છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
પ્રા માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે બનેલી આ ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.
