Damanganga Times.

Damanganga Times.

September 18, 2026

પંચલાઈના ખેતરમાંથી દારૂ ઝડપાયો

પંચલાઈના ખેતરમાંથી દારૂ ઝડપાયો


વલસાડ, તા. ૧૭ ઃ વલસાડના પંચલાઈ ગામ  ટેકરી ફળિયા માં  આવેલા ઍક ખેતરમાં  ઍલ. સી.બી.ની પોલીસે છાપો મારતા ૭૫ હજાર રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે અજાણ્યા  બુટલેગર ને  વોન્ટેડ જાહેર કર્યો છે. વલસાડ ઍલ.સી.બી. પી.આઈ. ઍ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દારૂ અંગે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ઍલ.સી.બી.ની ટીમને બાતમી આધારે વલસાડ તાલુકાના પંચલાઈગામના ટેકરી ફળિયામાં રહેતા રવીભાઈ શંભુભાઈ પટેલના ઘરની પાછળ ઢોર બાંધવાના ઓરડા નજીક આવેલા જશુબેન ભગુભાઈ પટેલના ખુલ્લા ખેતરમાં તપાસ હાથ ધરવામાં આવતાં  પ્લાસ્ટિકની થેલીઓમાં સંતાડેલી વ્હીસ્કી અને બિયરની કુલ ૩૩૬ બોટલ/ટીન મળી રૂપિયા ૭૫,૪૭૬નો દારૂનો જથ્થો જ કરી ડુંગરી પોલીસ મથકે અજાણ્યા બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે.