Damanganga Times.

Damanganga Times.

September 18, 2026

વાપીમાં ૧૫ હજાર દિપ પ્રગટાવાયા

વાપીમાં ૧૫ હજાર દિપ પ્રગટાવાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)૨

વાપી, તા. ૧૭ ઃ  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ૭૬માં જન્મદિવસ નિમિત્તે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં વાપીના અંબા માતા મંદિરના સંકુલમાં ‘આશીર્વાદનો દીપ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ હજારથી વધુ લોકોઍ ૧૫ હજારથી વધુ ૧૫ હજારથી વધુ દીવડા પ્રગટાવી ભવ્ય દીપોત્સવ અને મા અંબાની મહાઆરતી ઉતારી વડાપ્રધાનના દીઘાર્યુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર નીતિન સાંગવાન અને પ્રોબેશનરી આઈ.ઍ.ઍસ. પિયુષ ઘટાલા પણ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા.  

આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું કે, આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. તેમણે સેવા, સમર્પણ અને સુશાસનની યાત્રા તા. ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ શરૂ કરી ગુજરાતને અનેકવિધ યોજના આપી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે લોકો તેમને કહેતા કે, અમને જમતી વખતે રાત્રે બે કલાક વીજળી આપો અને નરેન્દ્રભાઈઍ ૨૪ કલાક વીજળી આપી અને અહીંથી તેમની વિકાસ ગાથા શરૂ થઈ હતી. ત્યારબાદ આયુષ્યમાન કાર્ડ યોજના, આદિવાસીઓ માટે વન બંધુ કલ્યાણ યોજના, માછીમારો માટે સાગરખેડૂ યોજના, જનધન યોજના સહિતની અનેકવિધ યોજનાથી લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે. નરેન્દ્રભાઈ મોદીઍ શરૂ કરેલી દરેક યોજનાનો લાભ તા. ૧૭ સપ્ટેમ્બર થી તા. ૧૭ ઓક્ટોબર સુધી લોકોને મળે તે માટે કાર્યક્રમો થઈ રહ્ના છે અને સ્વચ્છતા અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના સેવા કાર્યો પણ ચાલી રહ્ના છે.

મંત્રીઍ વધુમાં જણાવ્યું કે, આજે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર, વાપી ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન સહિત જિલ્લાની વિવિધ સંસ્થા, સંગઠનો, મંડળો અને સમાજના લોકો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્ના છે જે પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકોનો પ્રેમ અને લાગણીના દર્શન કરાવે છે. 

આ પ્રસંગે વાપી મનપાના મેયર દક્ષાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, કમિશ્નર ઍન.ઍફ.ચૌધરી, વાપી શહેર સંગઠનના પ્રમુખ મનિષ દેસાઈ, વાપીના ઉદ્યોગપતિ ઍ.કે.શાહ અને યોગેશ કાબરીયા સહિત અનેક આગેવાનો અને ૩૨ સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મા અંબાની મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.