Damanganga Times.

Damanganga Times.

September 18, 2026

સરીગામ લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટમાં સીપીઆર વર્કશોપ યોજાયો

સરીગામ લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટમાં  સીપીઆર વર્કશોપ યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 ઉમરગામ, તા. ૧૭ ઃ ‘વિશ્વ ફર્સ્ટ ઍઇડ ડે ૨૦૨૬’ના અવસરે, લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ન્ત્વ્), સરીગામના ઍન.ઍસ.ઍસ. (ફલ્લ્) યુનિટ દ્વારા વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી સંસ્થાના ધ્વનિ ઓડિટોરિયમ ખાતે ઍક દિવસીય સીપીઆર (ર્ઘ્ીશ્વફુજ્ઞ્ંષ્ટ્યર્શ્રૃંઁશ્વક્ક ય્ફૂસ્ન્્યસ્ન્ણૂજ્ર્ઞ્દ્દીદ્દજ્ઞ્ંઁ - ઘ્ભ્ય્) વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ઍન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોઍ ઉપસ્થિત રહી સીપીઆર અને ઇમરજન્સી રિસ્પોન્સ ટેકનિક્સનું મૂલ્યવાન પ્રશિક્ષણ મેળવ્યું હતું. મેડિકલ ઇમરજન્સી દરમિયાન ત્વરિત પ્રાથમિક સારવાર આપવાનું મહત્વ અને સમયસર આપવામાં આવેલ સીપીઆર કઈ રીતે દર્દીનો જીવ બચાવી શકે છે તે અંગે જાગૃતિ ફેલાવવાનો આ સેશનનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમ ન્ત્વ્ ના ડાયરેક્ટર ડૉ. બસવરાજ પાટીલ, ડિપ્લોમા પ્રિન્સિપાલ પ્રો. અમરત પટેલ તેમજ ફલ્લ્ કોઓર્ડિનેટર પ્રો. કૌશિક પનારાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. વર્કશોપમાં ડિપ્લોમા અને ડિગ્રી શાખાઓ જેવી કે મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સોફટવેર ડેવલપમેન્ટના વિભાગીય વડાઓ (ણ્ંઝ઼સ્ન્) ઍ સક્રિય સહયોગ આપ્યો હતો. આ પ્રાયોગિક તાલીમ સત્ર વલસાડ રક્તદાન કેન્દ્રના ફર્સ્ટ ઍઇડ ટ્રેનર ડૉ. અભિષેક મિસ્ત્રી દ્વારા લેવામાં આવ્યું હતું, જેમણે ઉપસ્થિત સૌને સીપીઆર પ્રક્રિયાઓની વ્યવહારુ અને પ્રાયોગિક (ર્ણ્ીઁફુસ્ન્-ંઁ) તાલીમ આપી હતી. યુવાનોને સીપીઆર તાલીમના મહત્વ વિશે ખાસ સંદેશ આપતા ટ્રેનર ડૉ. અભિષેક મિસ્ત્રીઍ જણાવ્યું હતું કેં ૅહૃદયરોગનો હુમલો અથવા કાર્ડિયાક ઇમરજન્સી કોઈપણ ચેતવણી વગર ગમે ત્યારે આવી શકે છે. સીપીઆર શીખવું ઍ હવે માત્ર વધારાની કુશળતા નથી, પરંતુ આજના યુવાનો માટે ઍક નૈતિક જવાબદારી છે. સીપીઆર શીખવા માટે આપેલો ઍક કલાક તમને કટોકટીના સમયે સામાન્ય નાગરિકમાંથી કોઈનો કિંમતી જીવ બચાવનાર જીવનદાતા બનાવવાની શક્તિ આપે છે.
જનસ્વાસ્થ્યના બીજા મહત્વના પાસા પર પ્રકાશ પાડતા, વલસાડ રક્તદાન કેન્દ્રના ડાયરેક્ટર ભાવેશ રાઇચાઍ સામાજિક જવાબદારી તરીકે રક્તદાનના મહત્વ અને તેની આવશ્યકતાઓ વિશે સભાને સંબોધિત કરી હતી. તેમણે રક્તદાતાઓ માટેની પાત્રતાના માપદંડો અને તબીબી જરૂરિયાતોની વિગતવાર માહિતી આપી હતી તેમજ નિયમિત રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે ભાવેશ રાઇચાઍ પ્રતિવર્ષ કેમ્પસ પર રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવા બદલ ન્ત્વ્ સરીગામ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પસમાં સુરક્ષા, સંભાળ અને સામાજિક જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તેમજ કટોકટીની પરિસ્થિતિઓમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ આત્મવિશ્વાસપૂર્વક કાર્ય કરી શકે તે માટે આ વર્કશોપનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ન્ત્વ્ સરીગામના ફલ્લ્ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું.