સેલવાસની નમો મેડિકલ કોલેજ મુદ્દે કોîગ્રેસે સાંસદનું રાજીનામું માંગ્યું
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૬ ઃ દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિઍ નમો મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા નમો હોસ્પિટલને સોસાયટી મારફતે ચલાવવાના મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે ભાજપ સાંસદ કલાબેન ડેલકર પાસેથી સમગ્ર મામલે સ્પષ્ટતા સાથે જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની માગ કરી છે.
સિલવાસામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસે જણાવ્યું કે ઉપલબ્ધ દસ્તાવેજો મુજબ ૧૨ જુલાઈ ૨૦૨૪ના રોજ નમો મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને સોસાયટી તરીકે ચલાવવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલાયો હતો. ૨૫ જુલાઈ ૨૦૨૪ના કેન્દ્રના પત્રમાં આ અંગે પ્રશાસન પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કે સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલને સોસાયટી હેઠળ ચલાવવાની જરૂર શા માટે ઊભી થઈ? તેમજ સોસાયટીની રચના, સભ્યો, સત્તાઓ અને નાણાકીય અધિકારો જાહેર કરવાની માગ કરી હતી. મેડિકલ કોલેજમાં કથિત મેનેજમેન્ટ ક્વોટા અને ફય્ત્ ક્વોટા, પ્રવેશ તથા અનામત નીતિ અંગે પણ કોંગ્રેસે પ્રશાસન પાસે સત્તાવાર સ્પષ્ટતા માંગેલી છે. કોંગ્રેસે જણાવ્યું કે જાહેર નાણાંથી ઉભી કરાયેલી સંસ્થાના સંચાલન અને નાણાકીય વ્યવસ્થામાં સંપૂર્ણ પારદર્શિતા જરૂરી છે.
કોંગ્રેસના આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. સોસાયટીનું કાનૂની સ્વરૂપ અને સરકારી નિયંત્રણ પર તેની અસર અંગેની સ્થિતિ પ્રશાસનના સત્તાવાર ખુલાસા બાદ જ સ્પષ્ટ થશે.
