સાપુતારા ઍકલવ્ય મોડેલ સ્કૂલ દ્વારા નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 17 September, 2026
આહવા, તા. ૧૬ ઃ ભ્પ્ લ્ણ્ય્ત્ ઍકલવ્ય મોડેલ સ્કૂલ સાપુતારા દ્વારા ઘ્ૃં્યઁજ્ઞ્દ્દક્ક ર્ભ્ીશ્વદ્દજ્ઞ્ણૂજ્ર્ઞ્ષ્ટીદ્દજ્ઞ્ંઁ ના ભાગરૂપે શાળામાં નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા અસરકારક નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નુક્કડ નાટકના માધ્યમથી વિદ્યાર્થીઓઍ સમાજમાં વધી રહેલી નશાની પ્રવૃત્તિ, ખાસ કરીને યુવાનોના જીવન પર નશાની થતી ગંભીર અસરો તેમજ નશાના કારણે ઊભી થતી સામાજિક અને આરોગ્યલક્ષી સમસ્યાઓને જીવંત રીતે રજૂ કરાઈ હતી. વિદ્યાર્થીઓની રજૂઆતે ઉપસ્થિતોમાં નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ પહોંચાડ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર વિદ્યાર્થીઓને નશાના દુષ્પ્રભાવોથી જાગૃત કરવાનો નહીં, પરંતુ વિદ્યાર્થીઓના માધ્યમથી વાલીઓ તથા સમગ્ર સમુદાય સુધી પણ નશામુક્તિનો સંદેશ પહોંચાડવાનો હતો. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ પોતે જાગૃત બને છે અને સમાજમાં પણ જાગૃતિ ફેલાવવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. કાર્યક્રમની વિશેષતા ઍ રહી કે નશામુક્તિનો સંદેશ વિદ્યાર્થીઓઍ પોતે નુક્કડ નાટકના માધ્યમથી સમાજ સુધી પહોંચાડ્યો હતો. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં સંવાદ કૌશલ્ય, સામાજિક જવાબદારી, અને નેતૃત્વની ભાવના પણ વિકસે છે. વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિય જ્ઞાન પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને પણ સમજે તે દિશામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે.
