Damanganga Times.

Damanganga Times.

September 17, 2026

ચીખલીના પીપલગભાણ ગામે દીપડાઍ ત્રણ વાછરડીને ફાડી ખાતા ભયનો માહોલ

ચીખલીના પીપલગભાણ ગામે દીપડાઍ ત્રણ વાછરડીને ફાડી ખાતા ભયનો માહોલ


ચીખલી, તા.૧૬ ઃ ચીખલી તાલુકાના પીપલગભાણ ગામે રાત્રિના સમયે બે ખેડૂતની પાળેલ ત્રણ વાછરડીને દીપડાઍ ખેંચી જઈ ફાડી ખાતા આ વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે જ્યારે સારવણી ગામે બુધવારના રોજ સવારના સમયે ઍક ખેડૂત ઘરના પાસે આવેલ ખેતરમાં સાફ-સફાઈ કરી રહ્ના હતા ત્યારે અચાનક દીપડાઍ હુમલો કરતા જેને માથાના ભાગે તથા મોઢા ઉપર તેમજ હાથ ઉપર પંજો મારતા ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત વર્તાય છે.
બનાવની પ્રા માહિતી અનુસાર ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામના જયરામ ફળિયા ખાતે રહેતા સુરેખાબેન દીપકભાઈ પટેલના ઘરના કોઢારામાં બાંધેલ પશુઓમાંથી ઍક નાની બે વર્ષની વાછરડીને રાત્રિના સમયે દીપડો ઊંચકી જઈ ફાડી ખાધી હતી જ્યારે અનિલભાઈ સુમનભાઈ પટેલના ઘરે બાંધેલ પશુઓમાં બે વાછરડીને ઊંચકી લઈ જઈ ફાડી ખાતા પીપલગભાણ ગામે ઍક જ રાત્રે ત્રણ પશુઓને ફાડી ખાતા આ વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના છે જ્યારે સારવણી ગામના કણબીવાળ ખાતે રહેતા નટુભાઈ ગાંડાભાઈ પટેલ જેઓ બુધવારના રોજ સવારે નવેક વાગ્યે ખેતરમાં ઘાસ કચરો સાફ સફાઈ કરતા હતા દરમિયાન અચાનક દીપડાઍ હુમલો કરતા નટુભાઈ પટેલને માથાના ભાગે, જમણી આંખના નીચેના ભાગે તેમ જ ડાબા ખભાના ભાગે પગનો પંજો મારતા ગંભીર રીતે ગવાયેલ નટુભાઈ પટેલને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા જેને માથામાં ટાંકા લેવાની નોબત વર્તાય છે. જોકે વન વિભાગ દ્વારા આ બંને ગામોમાં દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી પકડવાની તજવીજ હાથ ધરી છે.