Damanganga Times.

Damanganga Times.

September 17, 2026

વાપીની કેબીઍસ કોલેજની વિદ્યાર્થિનીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન

વાપીની કેબીઍસ કોલેજની વિદ્યાર્થિનીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન


વાપી, તા.૧૬ ઃ ચણોદ કોલોની સ્થિત કેબીઍસ કોમર્સ ઍન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રમત ક્ષેત્રનુ પણ વિશેષ જ્ઞાન અને તાલીમ પૂરી પાડવામાં આવે છે.
૧ સપ્ટેમ્બર  ૨૦૨૬ના રોજ વલસાડની શાહ ઍન.ઍચ. કોમર્સ કોલેજ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (સ્ફલ્ઞ્શ્), સુરત દ્વારા આયોજિત આંતર-કોલેજ કરાટે સ્પર્ધા (મહિલા વિભાગ)માં સદર કોલેજના વિદ્યાર્થીઓઍ મેડલ જીતીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધા દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓઍ ઉત્કૃષ્ટ કૌશલ્ય, દ્રઢ નિડ્ઢય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું. પ્.ઘ્ૃં. ર્ભ્ીશ્વદ્દ-૧ ની વિદ્યાર્થિની સોનલ ચૌરસિયાઍ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જયારે  જ્.ળ્.ગ્.ઘ્.ખ્.ની  વિદ્યાર્થિની અનીતા ભગતે  બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દરેક વિદ્યાર્થિની ઓને તાલીમ તેમજ માર્ગદર્શન રમત-ગમતના મદદનીસ પ્રાધ્યાપક ડૉ. મયુર પટેલ તેમજ રમતના  સહાયક રોહિત સિંહ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
વિદ્યાર્થિનીઓની આ સિદ્ધિ અને કોલેજનું નામ રોશન કરવા બદલ  કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ, મેનેજમેન્ટ, અધ્યાપકો અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
આચાર્ય ઍ  બંને  મેડલ વિજેતાઓને તેમના નોંધપાત્ર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યની સ્પર્ધાઓમાં પણ તેઓ સતત સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ આપી હતી.