આજે પારડી સ્વાધ્યાય મંડળમાં ગણેશયાગ
- byDamanganga Times
- 17 September, 2026
વાપી, તા.૧૬ ઃ પારડીમાં શ્રી બ્રહ્મશ્રી સાતવડેકર સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજે પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીની ૭૭માં જન્મદિન નિમિત્તે ગણપતિયાગનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮ કલાકે યજ્ઞનો પ્રારંભ કરાશે અને હોમાત્મક આહૂતિ સવારે ૧૦ વાગ્યાથી આપી શકાશે. આ ગણેશયાગમાં સંસ્કૃત મહાવિદ્યાલયના રુષિકુમારો અને ઉપસ્થિત શુભેચ્છકો દ્વારા ૧૦૦૦ અથર્વ શિર્શ શોસ્ત્ર સાથે મોદકની આહૂતિ આપવામાં આવશે. આ ગણેશયાગમાં ભાવિકો આહૂતિ માટે મોદક સાથે લાવી શકશે. સ્વાધ્યાય મંડળ પરિવાર દ્વારા ભાવિકોને આ આયોજનમાં સહપરિવાર હાજર રહી લાભ લેવા અનુરોધ કરાયો છે.
