Damanganga Times.

Damanganga Times.

September 17, 2026

વાપીમાં શુક્રવારે ‘ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતીમેળો’ યોજાશે

વાપીમાં શુક્રવારે ‘ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતીમેળો’ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વલસાડ, નવસારી અને આહવા-ડાંગના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લાના ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે ક્લસ્ટર કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ધોરણ ૮ પાસ, ૧૦, ૧૨ પાસ, આઇ.ટી.આઇ, ડીપ્લોમા, ગ્રેજ્યુઍશન, પોસ્ટ ગ્રેજ્યુઍશન ની લાયકાત ધરાવતા તમામ મહિલા તથા પુરૂષો ઉમેદવારો આ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૫ ની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ૫૦૦ થી વધુ ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે. તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન હોલ, વાપી ખાતે સવારે ૯.૦૦ કલાકે ભરતી મેળો યોજાશે.આ ભરતી મેળામાં સીવણકામ, સેવીંગ ઓપરેટર, ટ્રેઇની, મેનેજર, સીક્યુરીટી ગાર્ડ, ઍકઝ્યુકેટીવ, કસ્ટરમર સર્પોટ, ડિલિવરી બોય  જેવી વિવિધ કામગીરી માટે ભરતી કરવામાં આવશે. જેમાં ૨૫ થી ૩૦ જેટલી વિવિધ સેક્ટરની કંપનીઓ જેવી કે, ગારમેન્ટ ક્ષેત્ર, મેનુફેક્ચરીંગ, બેંકીંગ, ફાઇનાન્સ, ઓટોમોબાઇલ, ઍપ્રેન્ટીશીપ, હોસ્પીટાલીટી, સર્વિસ વગેરે જેવા નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે.
આ  રોજગાર ભરતીમેળામાં લાયકાત ધરાવતા તમામ  ઉમેદવારોઍ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ૩ થી ૪ નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. આ  રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ  ભાગ લઇ શકશે. તેમજ વધુ માહિતી માટે વેબસાઇટ - રૂરૂરૂ.ર્ીઁ્યર્ણુઁફુર્ત્ર્ી.્યિંસ્ર્ત્ર્ીર્શ્વીદ્દ.િંંરુ.જ્ઞ્ઁ  વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૦૨૬૩૧ ૨૨૦૩૯૩ પર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઍક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.