વાપીમાં પર્યુષણ પર્વની ભાવભેર ઉજવણી
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપીમાં શ્રી રાજસ્થાન જૈન સંઘ (ભૈરવ ધામ)માં પર્વાધિરાજ પર્યુષણ પર્વના આઠે દિવસ સુપાર્શ્વનાથ જિનાલયમાં પ્રભુની મનમોહક આંગી કરવામાં આવી હતી પર્યુષણના આઠમાં દિવસે સંવત્સરી પ્રતિકમણ બાદ બધા ઍકબીજાને મિચ્છામિ દુક્કડમ કહી ને ઍકબીજાને ક્ષમાપના કરી હતી.
પાંચમના દિવસે બધા અઠ્ઠાઈ તપ ઉપરના તપસ્વીઓના સામુહિક પારણા સાથે શ્રીસંઘ અને ગુરુ ભગવંત સાથે પ્રભુજીની રથયાત્રા (વરઘોડા) પૂરા વાપીના રાજમાર્ગમાં ફરી સુપાર્શ્વનાથ જિનાલય મા પૂર્ણાહુતિ બાદ સકલ શ્રીસંઘનું સ્વામીવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.
