ભાગડાવડામાં ૨ આંગણવાડીઓનું જિ.પં. પ્રમુખ દ્વારા લોકાર્પણ કરાયું
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ તાલુકાના ભાગડાવડા ગામે અતુલ કંપનીના ઘ્લ્ય્ ફંડ હેઠળ આધુનિક સુવિધાઓ સાથે રિનોવેટ કરવામાં આવેલા ૨ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકાના ભાગડાવડા ગામે અતુલ કંપનીના ઘ્લ્ય્ ફંડ હેઠળ આધુનિક સુવિધાઓ સાથે રિનોવેટ કરવામાં આવેલા ૨ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના વરદહસ્તે સંપન્ન થયું હતું.
ગામના ભૂલકાંઓને પાયાનું શિક્ષણ અને પોષણક્ષમ આહારની સાથે વધુ સુવિધાજનક તેમજ સુંદર વાતાવરણ મળી રહે તેવા શુભ આશયથી આ આંગણવાડીઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોઍ આ પ્રશંસનીય સામાજિક કાર્યની સરાહના કરી હતી અને સહયોગી સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર પટેલ, અતુલ કંપનીના જનરલ મેનેજર ગૌતમ દેસાઈ, ભાગડાવડા ગામના સરપંચ ધર્મેશ પટેલ સહિત સ્થાનિક અગ્રણીઓ, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્ના હતા.
