Damanganga Times.

Damanganga Times.

September 15, 2026

અોવાડામાં સોલિડ વેસ્ટ મામલે કલેકટરને હાઈકોર્ટનું તેડું આવ્યું

અોવાડામાં સોલિડ વેસ્ટ મામલે કલેકટરને હાઈકોર્ટનું તેડું આવ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ  વલસાડ નગરપાલિકાને સોલિડ વેસ્ટ માટે  વલસાડ ના ઓવાડા ગામે જમીન ફાળવવાના  મામલે ગુજરાત હાઈકોર્ટે  માં  વલસાડ કલેક્ટરના નિર્ણય સામે પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત પક્ષકારોને નોટિસ ફટકારી ૨૧ મી ઍ હાજર થઈ સોગંદનામું માંગ્યું છે. વલસાડ નગરપાલિકા  પાસે  સોલિડ વેસ્ટ  નાખવા  માટે  જમીન નહીં હોવાથી તેમણે   વલસાડ ના ઓવાડા ગામે જમીન ફાળવવામાં આવી હતી. ઓવાડા ગ્રામજનો નો ભારેવિરોધ છતાં જમીન ફાળવતા  ઓવાડા ગ્રામ પંચાયત ની વલસાડ કલેક્ટર દ્વારા ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઍક હુકમ કરીને ઓવાડા વિસ્તારની સર્વે નંબર ૩૯૪ (જૂનો સર્વે નંબર ૪૪૪) ધરાવતી ૨ હેક્ટર ૩૩ આરે ૮૦ ચોરસ મીટર સરકારી પડતર જમીન વલસાડ નગરપાલિકાને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઍન્ડ હેન્ડલિંગ રૂલ્સ, ૨૦૧૬ હેઠળ કચરો ઠાલવવા માટે ફાળવવામાં આવી હતી.  ગુજરાત હાઈકોર્ટે માં વલસાડ કલેક્ટરના નિર્ણય આ નિર્ણય સામે ઓવાડા ગ્રામ પંચાયતે હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ ઍપ્લિકેશન દાખલ કરીને રજૂઆત કરી હતી કે જમીન ફાળવણી દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬ના નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. જસ્ટિસ નિરલ આર. મહેતાની સિંગલ બેંચે આ મામલે સુનાવણી હાથ ધરીને હાઈકોર્ટે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં જવાબ આપવા માટે નોટિસ ઇશ્યૂ કરી છે અને ડાયરેક્ટ સર્વિસની મંજૂરી આપી છે. આગામી મુદત તા.૨૧ સપ્ટેમ્બર પહેલાં વલસાડ કલેક્ટરે સોગંદનામું રજૂ કરીને કોર્ટને સ્પષ્ટતા કરવાની રહેશે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬ હેઠળ નિયત કરાયેલા તમામ નિયમો અને ધોરણોનું પાલન કરીને જમીન મંજૂર કરવામાં આવી છે કે નહીં. કોર્ટે આ કેસની આગામી સુનાવણી બોર્ડ પર સૌથી ઉપર રાખવા પણ આદેશ કર્યો છે.આ કેસમાં ઓવાડા ગ્રામ પંચાયત વતી ઍડવોકેટ બી.ઍમ. મંગુકિયા અને ઍડવોકેટ બેલા ઍ. પ્રજાપતિ ઉપસ્થિત રહ્નાં હતા.