Damanganga Times.

Damanganga Times.

September 15, 2026

વલસાડમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરાઈ

વલસાડમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે વલસાડ શહેરમાં ભારે શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે વલસાડના ઐતિહાસિક કોઠારી ઉપાશ્રય માં  વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી જ ઉપાશ્રય પરિસરમાં શ્રાવક-શ્રાવિકાઓની ભારે ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર પરિસર ‘જય મહાવીર’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
 ધાર્મિક વિધિ અને પ્રવચનમાં જૈન સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્ના હતા.
આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ પ્રસંગ સાથે જોડાયેલી પવિત્ર ‘સ્વપ્ન ઉછામણી’ રહી હતી. આ વર્ષે સ્વપ્ન ઉછામણીનો લાભ સોનલબેન તેજસભાઈ સોલંકી પરિવારે પ્રા કર્યો હતો. સોલંકી પરિવારે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
પૂજાવિધિ સંપન્ન થયા બાદ ઉપાશ્રય પરિસરમાં ભક્તિસંગીત અને પ્રભુ ગુણગાનના કાર્યક્રમો યોજાયા હતા. ઉપસ્થિત સાધુ-ભગવંતો તેમજ સમાજના અગ્રણીઓઍ ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અપરિગ્રહ અને કરુણાના સંદેશાઓનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું. ઉપસ્થિત ભાવિકોઍ પ્રભુના આ ઉપદેશોને દૈનિક જીવનમાં ઉતારવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમના અંતે ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. જન્મ કલ્યાણકની ખુશીમાં સમગ્ર જૈન સંઘમાં પ્રભાવના તેમજ મિષ્ટાનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવે વલસાડના સમગ્ર જૈન સમાજમાં ઍકતા, ભક્તિ અને અપાર ઉત્સાહનો સંચાર કર્યો હતો.