વાપીમાં ગણેશ આગમનનાં બંદોબસ્તમાં ટીઆરબી જવાન કાર અડફટે ઘાયલ
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૪ ઃ વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વ્ય્ગ્ તરીકે ફરજ બજાવતા હિતેષ રાજકુમાર પાલ (ઉ.વ.૨૦, રહે.સન ડિવાઇન સોસા., દેસાઈવાડ, વાપી) ને પુરઝડપે આવેલી સ્વિફટ કારના ચાલકે ટક્કર મારતા બંને મિત્રોને ગંભીર ઈજા થઈ છે. તા.૧૪/૦૮/૨૦૨૬ ના રોજ ફરિયાદી બપોરે ૧૪/૩૦ થી ૨૨/૩૦ ની ફરજ પર હતો. તેનો પોઈન્ટ વાપી ચલા ઝંડા ચોક પ્રાથમિક શાળા ખાતે હતો. ગણપતિ આગમનને લીધે બલીઠાથી વાપી તરફના રોડ પર ટ્રાફિક હોવાથી તે પોતાના મિત્ર જીગ્નેશ ઈશ્વરભાઈ ધો.પટેલ (રહે.ચલા) સાથે સ્પ્લેન્ડર બાઇક ઞ્થ્-૧૫-ચ્ન્-૯૫૬૦ પર ટ્રાફિક નિયમન માટે જઈ રહ્ના હતો. દરમિયાન સામેથી આવેલી સ્વિફટ કાર નં. ઞ્થ્-૨૧-પ્-૦૦૦૩ ના ચાલક મશિલાભાઈ છનાભાઈ ચૌધરીઍ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા. હિતેષને ડાબા પગના પંજાના ઉપરના ભાગે અને જીગ્નેશને ડાબા પગના નળા તથા થાપાના ભાગે ગંભીર ઈજા થઈ તે બેભાન થઈ ગયો હતો. ૧૧૨ પર કોલ કરતા બંનેને જનસેવા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સેલવાસ નમો હોસ્પિટલમાં ખસેડાયા છે. ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
