ïવલસાડ હાઈવે પર ટેમ્પો પલટ્યો : ડ્રાઈવરનો બચાવ
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડના નેશનલ હાઇવે પરથી પસાર થતી વખતે ઍક આઇસર ટેમ્પો કોઈ અગમ્ય કારણોસર અચાનકનંદાવલા ગામ નજીક આવેલ બ્રિજ પલટી ખાઈ ગયો હતો. ટેમ્પો પલટી જવાથી ડ્રાઇવર અંદર જ ફસાઈ ગયો હતો.
અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિકો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોઍ સમયસૂચકતા દાખવી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ડ્રાઇવરને હેમખેમ બહાર કાઢ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડ્રાઇવરને સલામત બહાર કઢાતાં લોકોઍ રાહતનો શ્વાસ લીધો હતો. ટેમ્પો પલટી જવા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
