Damanganga Times.

Damanganga Times.

September 15, 2026

મોટી તાઈવાડના ઍપાર્ટમેન્ટમાંથી દારૂ સાથે મહિલા ઝડપાઈ

મોટી તાઈવાડના ઍપાર્ટમેન્ટમાંથી દારૂ સાથે મહિલા ઝડપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે ધનબુરા રોડ પર આવેલા દિલબર ઍપાર્ટમેન્ટમાં છાપો મારતા  રસોડામાં સંતાડેલો ૨.૯૧ લાખથી વધુની કિંમતનો દારૂ તથા બિયરનો જથ્થા સાથે પોલીસે  ઍક મહિલાની ધરપકડ કરી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
ગણેશ ચતુર્થીના તહેવાર સંદર્ભે વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરના  ધનભુરા રોડ પર આવેલા દિલબર ઍપાર્ટમેન્ટના ંફલેટ નંબર ૧૦૧માં રહેતી મહિલાઍ પોતાના ફલેટમાં દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે. બાતમીના આધારે મહિલા પોલીસ કર્મચારી સાથે ફલેટ પર દરોડો પાડવામાં આવ્યો હતો.
?તપાસ દરમિયાન ફલેટના રસોડામાંથી પૂંઠાના બોક્સમાં છુપાવેલી વ્હિસ્કી તથા ટીન બિયરની નાની-મોટી બોટલો નંગ ૧૧૦૪ કિંમત રૂ. ૨,૯૧,૯૩૬, મોબાઈલ ફોન ઍક કિંમત રૂ. ૫,૦૦૦ મળી કુલ ૨,૯૬,૯૩૬ ના મુદ્દા માલ સાથે મહિલા આરોપી ઇસરત પત્ની અબ્દુલ ગફુર શબ્બીર નાન ઉં.વ. ૩૫, રહે. ફલેટ નં. ૧૦૧, દિલબર ઍપાર્ટમેન્ટ, ધનભુરા રોડ, વલસાડની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં ઝડપાયેલી મહિલાઍ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો વલસાડ શહેરના  મોટા તાઈવાડમાં રહેતા મોહમ્મદ કાશીમ પાસેથી મંગાવવામાં આવ્યો હોવાથી પોલીસે તેને  વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે પ્રોહિબિશન  ઍક્ટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.