Damanganga Times.

Damanganga Times.

September 15, 2026

વાપીના વેપારી સાથે રૂ.૧૨ લાખથી વધુની ઠગાઈ : ૪ સામે ગુનો દાખલ

વાપીના વેપારી સાથે રૂ.૧૨ લાખથી વધુની ઠગાઈ : ૪ સામે ગુનો દાખલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૪ ઃ વાપી જીઆઈડીસી સ્થિત પટેલ ટ્રેડિંગ કંપનીના માલિક સાથે રૂ.૧૨.૧૪ લાખથી વધુની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. આ મામલે ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ફરિયાદી સંજય વિનુભાઈ કાકડિયા (પટેલ) મૂળ મહેસાણાના વતની છે અને હાલ વાપી જીઆઈડીસી જે ટાઈપ ખાતે રહે છે. તેઓ અહીં વેર હાઉસનું ઍક ગોડાઉન પણ ધરાવે છે.અને પટેલ ટ્રેડિંગ નામે ટ્રેડિંગનો પણ વ્યવસાય કરે છે. ત્રણ માસ પહેલા ખંભાતથી કિશન તમાકુ ટ્રેડિંગ કંપનીના નામે ઓળખ આપતા ઍક ઈસમે તેમનો સંપર્ક કર્યો હતો અને  તમાકુ માટે આરોપીઍ તા.૨૨/૦૭/૨૦૨૫ ના રોજ પ્રથમ ઓર્ડર આપ્યો હતો જેમાં ૨૧ કિલો અને ૧૮૨૯ કિલો માલની હેરફેર માટે રૂ.૧,૩૧,૨૧૦નું બિલ બનાવ્યું હતું. ત્યારબાદ તા.૦૭/૦૮/૨૦૨૬ના રોજ બીજો ઓર્ડર આપી ૩૦ દિવસમાં ૨૨૦૦ કિલો માલની હેરફેર માટે રૂ. ૧,૧૬,૦૦૦ અને તા.૦૮/૦૭/૨૦૨૬ના રોજ ત્રીજો ઓર્ડર આપી ૩૦ દિવસમાં ૨૧૦૦ કિલો માલની હેરફેર માટે રૂ.૧,૧૪,૧૦૦ નો હિસાબ બતાવ્યો હતો. આ રીતે કુલ રૂ.૩,૬૧,૩૧૦ ની રકમ થઈ હતી.
આરોપીઍ શરૂઆતમાં વિશ્વાસ કેળવવા થોડી રકમ ચૂકવી હતી અને બાકીના પૈસા થોડા દિવસમાં આપવાનું કહ્નાં હતું. પરંતુ બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઍ અન્ય ટ્રાન્સપોર્ટરો સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીઍ અત્યાર સુધીમાં તેમની પાસેથી કુલ રૂ. ૧૨,૧૪ લાખની છેતરપિંડી કરી છે. આ મામલે વાપી ઉદ્યોગનગર પોલીસે જીતેન્દ્ર ઉર્ફે માસ્ટર  વાતાદરા તથા રિતેશ સુથાર બંને રહે, ખંભાત આણંદ તથા અન્ય બે મળી કુલ ૪ સામેગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.