Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

વાપીના ત્રણ પોલીસ મથકેથી આશરે ૩૦૦ ગણેશ ઉત્સવને મંજૂરી અપાઈ

વાપીના ત્રણ પોલીસ મથકેથી આશરે ૩૦૦ ગણેશ ઉત્સવને મંજૂરી અપાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ ગણેશ ઉત્સવની પૂર્વ સંધ્યાઍ વાપી શહેરના ત્રણેય પોલીસ મથકોમાં મંડળો દ્વારા મોટાભાગે મંજૂરી લેવાઈ ગઈ છે. વાપી ટાઉન, જીઆઈડીસી અને ડુંગરા પોલીસે મળીને અત્યાર સુધીમાં આશરે ૩૦૦ જેટલા ગણેશ મંડળોને સ્થાપનાની મંજૂરી આપી દીધી છે.
મળતી માહિતી મુજબ વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રવિવાર સુધીમાં ૧૪૪ મંડળો, જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંથી ૭૦ અને ડુંગરા પોલીસ સ્ટેશનમાંથી ૮૮ ગણેશ ઉત્સવ મંડળોને મંજૂરી આપવામાં આવી છે.
પોલીસ દ્વારા મંડળોને ડીજે, ટ્રાફિક નિયમો, સીસીટીવી, લાઈટિંગ અને સુરક્ષા અંગેની ગાઈડલાઈન પણ આપવામાં આવી રહી છે. જાહેર માર્ગો પર મંડપ બાંધવાથી ટ્રાફિકને અડચણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે.
હજુ પણ કેટલાક સાર્વજનિક મંડળોની અરજી પ્રક્રિયામાં છે, જેમને સોમવારે મંજૂરી આપી દેવામાં આવશે. પોલીસે આ વખતે ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચુસ્ત બંદોબસ્તનું આયોજન કર્યું છે.