Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

વલસાડ જિલ્લામાં અસહ્ના ગરમી બાદ મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

વલસાડ જિલ્લામાં અસહ્ના ગરમી બાદ મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ  લાંબા સમય બાદ દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થતા બફારા તેમજ લોકોને ગરમીમાં મોટી રાહત મળી છે. વરસાદ પડતા ગણેશ મંડળના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. જોકે  ખેતરના ઉભા પાકને જીવત દાન મળ્યું હતું. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા અસહ્ના બફારા અને ગરમી બાદ આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. વલસાડ શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે રાત્રે થી  કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ આજે સવારથી ધીમી ગતિઍ વરસાદ શરૂ થતા  સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે ખેતરમાં ઉભા પાકને પણ જીવન મળી ગયું હતું. વલસાડ જિલ્લામાં આજરોજ આજે સવારે ૬ઃ૦૦ થી સાંજે ૪ વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના વલસાડમાં ૧૬ મીમી  
ધરમપુરમાં ૭૭ મીમી,પારડીમાં  ૨૬ મીમી,  કપરાડામાં ૮૫ મીમી, ઉંમરગામમાં ૨૩ મીમી, વાપીમાં  ૫૫ મીમી,  નાનાપોંઢા તાલુકામાં ૬૪ મીમી જેટલો વરસાદ નોંધાયો છે.