Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

વાપીમાં શ્રીજીની પ્રતિમા ખરીદવા ભાવિકોની ભારે ભીડ

 વાપીમાં શ્રીજીની પ્રતિમા ખરીદવા ભાવિકોની ભારે ભીડ

વાપીમાં શ્રીજીની પ્રતિમા ખરીદવા ભાવિકોની ભારે ભીડ
સોમવારથી ગણેશોત્સવનો ભક્તિભાવ અને ઉલ્લાસભેર પ્રારંભ થઈ રહ્ના છે ત્યારે ગણેશોત્સવની પૂર્વ સંધ્યાઍ વાપી પંથકમાં વિવિધ મૂર્તિકારોને ત્યાં શ્રીજીની અગાઉથી બુક કરેલી નાની મોટી પ્રતિમાઓ અને સ્થાપનની પ્રતિમાઓ ખરીદી લઈ જવા ભારે ભીડ ઉમટેલી જોવા મળી હતી.મોટેભાગે ૫ ફૂટથી ઊંચી ૧૫ ફૂટ સુધીની પ્રતિમાઓ મોટાભાગના આયોજકોઍ પોત પોતાના પંડાલોમાં લાવીને મૂકી દીધી છે જ્યારે સ્થાપનાની પ્રતિમાઓ તથા નાની પ્રતિમા સ્થાપનારો આજે ખરીદી માટે ઉમટી પડ્યા હતા.