Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

ડુંગરીમાં ગણેશ આગમન ટાણે તલવાર જેવા હથિયાર સાથે નાચતો યુવક ઝડપાયો

ડુંગરીમાં ગણેશ આગમન ટાણે તલવાર જેવા હથિયાર સાથે નાચતો યુવક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧૩ ઃ સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે વલસાડ જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. ગણેશ આગમન દરમિયાન જાહેર રસ્તા પર તલવાર જેવી દેખાતી સ્ટીલની સ્ટીક લઈને નાચતા ઍક યુવકનો વીડિયો વાયરલ થતાં ડુંગરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો છે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઍ.કે. વર્મા દ્વારા સોશિયલ મીડિયા પર નજર રાખી કાયદાનો ભંગ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ દરમિયાન ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારના કકવાડી મેથીયા ફળીયામાં ગણપતિ આગમન દરમિયાન ઍક યુવક હાથમાં તલવાર જેવા હથિયાર સાથે નાચતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત થયો હતો.
વીડિયો સામે આવતા જ ડુંગરી પોલીસ ઇન્સ્પેક્ટર યુ.ઍચ. પટેલ તથા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તલવાર જેવી દેખાતી સ્ટીલની સ્ટીક સાથે નાચી રહેલા યુવક સાહિલ જયંતીભાઈ ટંડેલ ઉં. વ.૨૪ વર્ષ  રહે કકવાડી મેથીયા ફળીયું, તા.જિ. વલસાડ વિરુદ્ધ ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી ઍ ધરપકડ કરી તેની પાસેથી સ્ટીક કબ્જે લેવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસ વડા ઍ  જાહેર જનતાને અપીલ કરી કે  સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ કે રીલ્સ બનાવવાના ચક્કરમાં કાયદાનો ભંગ કરવો નહીં. કાયદો હાથમાં લેનારા કે નિયમો તોડનારા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોલીસની બાજ નજર સતત ચાલુ છે.