Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

ગણદેવીનાં હાઇવે પર કારમાંથી દારૂ ઝડપાયો : ચારની ધરપકડ

ગણદેવીનાં હાઇવે પર કારમાંથી દારૂ ઝડપાયો : ચારની ધરપકડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૩ ઃ ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી કાર વલસાડ તરફથી આવી ખારેલ થઈ વડોદરા તરફ જનાર છે. તે આધારે ગણદેવી તાલુકાના ગણદેવા ગામે નેશનલ હાઇવે નં.૪૮ ખારેલ ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી.દરમ્યાન મહેન્દ્ર બોલેરો કાર નં. જીજે ૦૫ આરટી ૬૨૮૭ ને રોકી તલાશી લીધી હતી. જેમાંથી રૂ.૨,૬૨,૮૦૦ ની વિદેશી દારૂ બોટલ નં. ૬૭૨, કાર રૂ.૭ લાખ, ૪ મોબાઇલ રૂ.૨૦ હજાર મળી કુલ રૂ.૯,૮૨,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને આરોપી કિનલ ગોવિંદ પટેલ(૩૨) રહે. વચલા ફળીયા, સોનવાડા, પારડી, વલસાડ, સોહમ અશોકભાઈ પટેલ (૨૮) રહે. બોરલાઈ, વલસાડ, અક્ષય અશોકભાઈ પટેલ (૨૪) રહે.આમલી, વલસાડ અને ધર્મિન સુભાષભાઈ પટેલ (૨૯) રહે. સુખલાવ, વલસાડ ની ધરપકડ કરી હતી.
જ્યારે માલ મંગાવનાર વિશાલ અને દિપક બંને રહે. ઉમજ ગામ, વડોદરા તેમજ માલ ભરી આપનાર રાકેશ પટેલ રહે.ખાનવેલ, સેલવાસ ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગણદેવી પીઆઈ ઍન આઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્નાં છે.