Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

વલસાડ આરપીઍફ મહિલા પોલીસ સાથે હાથાપાઈ કરનાર રિક્ષાચાલક ઝડપાયો

વલસાડ આરપીઍફ મહિલા પોલીસ સાથે હાથાપાઈ કરનાર રિક્ષાચાલક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧૩ ઃ સ વલસાડ રેલવે સ્ટેશન ની ટિકિટ બારીના પ્રવેશ દ્વાર પર રીક્ષા ચાલકો ડિંગો જમાવે મુસાફરોને પરેશાન કરતા હોય જેમકે ત્યાં ઍક ઉભેલી આરપીઍફ મહિલા પોલીસ કર્મચારી ઍ  રીક્ષા ચાલકને ત્યાંથી સ્ટેન્ડ પર મૂકવા જણાવતા  રીક્ષા ચાલકે મહિલા  પોલીસ સાથે હાથાપાઈ કરના રીક્ષા ચાલકને પોલીસે કાયદા નું ભાન કરાવ્યું હતું.વલસાડ રેલવે સ્ટેશન ની ટિકિટ બારીના પ્રવેશ દ્વાર પર મોટા પ્રમાણમાં રીક્ષા ચાલકો ઓર્ડિંગો  જમાવે છે. ગઈકાલે વલસાડ રેલવે સ્ટેશન પર ઍક રીક્ષા ચાલકે ટિકિટ બારી ના પ્રવેશ દ્વાર પર રીક્ષા ચાલકે  રીક્ષા પાર્ક કરી હતી તે દરમિયાન આરપીઍફ મહિલા પોલીસ કર્મચારી ફરજ પર હતી. તે દરમિયાન ગતરોજ સવારે આરપીઍફની મહિલા પોલીસ ફરજ પર હતી અને ટિકિટ બારી બહાર પાર્ક કરેલી તમામ રીક્ષા ચાલકોને ત્યાંથી હટાવી સ્ટેન્ડ પર મૂકવા જણાવ્યું હતું તે દરમિયાન રીક્ષા ચાલક  અર્જુન ઉર્ફે પંડિત રાજનાથ શર્મા ઍ  મહિલા પોલીસ કર્મચારી સાથે ઝઘડો કરી જાહેરમાં હાથાપાઈ કરતા મહિલા પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. જે ઘટનાના પગલે સ્થળ પર હાજર રહેલા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જે અંગે આરપીઍફની મહિલા પોલીસ કર્મચારીઍ રેલવે પોલીસમાં આપવામાં ફરિયાદ નોંધાવતા પીઆઇ પઢિયારે તપાસ શરૂ કરતા રીક્ષા ચાલક ને  આર પી ઍફ અને રેલવે પોલીસનીસંયુક્ત ટીમોઍ આજરોજ વલસાડ રેલવે સ્ટેશન પાસેથી  રીક્ષા ચાલક અર્જુન ઉર્ફે પંડિત રાજનાથ શર્મા રહે.ઔરંગા રોડ કાથા મિલ પાસે લીલાપોર તા.જી. વલસાડ ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.