ધરમપુરમાં વિ.હિ.પ. દ્વારા ૩૦૦ ગણેશ પ્રતિમાઅોનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 14 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૩ ઃ ગણેશોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરમપુર, કપરાડા, નાનાપોઢા તેમજ દાદરા અને નગર હવેલી-સેલવાસના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. નાનાપોઢા સ્થિત ઍન.આર. રાઉત હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આશરે ૩૦૦ શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૨૫ બોટલ રક્ત ઍકત્ર થયું હતું.
આયોજકોના જણાવ્યા મુજબ, અંતરિયાળ વિસ્તારોમાં હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી ગણેશોત્સવ ઉપરાંત ભજન-કીર્તન, મંદિરોમાં દીવા પ્રગટાવવા સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓને -ોત્સાહન આપવામાં આવ્યું હતું. રક્તદાન કરનારાઓને પ્રોત્સાહિત કરવા આકર્ષક ભેટ પણ આપવામાં આવી હતી.કાર્યક્રમમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, નાનાપોઢા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન પટેલ, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ગાવઢા સહિતના મહાનુભાવો, આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતા. રક્તદાન કેમ્પના આયોજનમાં વલસાડ રક્તદાન કેન્દ્ર અને ચિરંજીવી હોસ્પિટલનો સહયોગ રહ્ના હતો.
