Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

ધરમપુર તા.પં.માં સામાજિક ન્યાય સમિતિની પુનઃરચના

ધરમપુર તા.પં.માં સામાજિક ન્યાય સમિતિની પુનઃરચના


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૩ ઃ ધરમપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે પ્રમુખ શકુંતલાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. અગાઉ તા.૨૦ જૂન, ૨૦૨૬ના રોજ મળેલી ખાસ સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે, સમિતિમાં વાલ્મિકી સમાજના ચૂંટાયેલા સભ્યનો સમાવેશ ન કરાતા વિરોધ પક્ષ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અગાઉની સમિતિની રચનાના ઠરાવને પ્રતિષેધ કરી સમિતિની નવેસરથી રચના કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે  યોજાયેલી ખાસ સામાન્ય સભામાં ફરી ચર્ચા હાથ ધરાઈ હતી. વિરોધ પક્ષના નેતા દેવુભાઈ મોકાશીઍ રજૂઆત  હતી.   ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી ડી.ઍમ. પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં સામાજિક ન્યાય સમિતિની નવેસરથી રચના કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરી દ્વારા ઈલેશભાઈ સુરતીનું નામ દરખાસ્તરૂપે રજૂ કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ પૂનમબેન રણછોડભાઈ ચૌધરી, મીનાબેન રમણભાઈ ભોયા, હરિલાલ રાજીરામ ચૌધરી અને રીનાબેન કિરણભાઈ વાઢુંના નામ સમિતિના સભ્યો તરીકે પ્રમુખ સ્થાનેથી  દરખાસ્ત સાથે રજૂ કરવામાં આવ્યા હતાં. યોજાયેલ સભામાં ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત હેઠળના રૂ. ત્રણ લાખ સુધીના કામો અંગે પણ ચર્ચા થઈ હતી. વિરોધ પક્ષના સભ્ય રમેશભાઈ પાડવીઍ રજૂઆત કરી હતી.  સભામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ચૌધરી, કારોબારી અધ્યક્ષ અશોકભાઈ દીવા સહિત બંને પક્ષના ચૂંટાયેલા સભ્યો અને તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતાં. આમ અગાઉની સામાજિક ન્યાય સમિતિની રચના સામે થયેલી રજૂઆત અને જિલ્લા વિકાસ અધિકારીના હુકમ બાદ આજે ધરમપુર તાલુકા પંચાયતમાં સમિતિની પુનઃરચના કરવામાં આવતા આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્ના હતો. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના તમામ સભ્યોઍ પોતાના પક્ષના અનુસૂચિત જાતિના  સભ્ય ઈલેશ સુરતીને ન્યાય સમિતિમાં સમાવેશ કરતા આનંદ વ્યક્ત કર્યો હતો.