Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપીમાં જિલ્લાના ઉદ્યોગકારોને શ્રમ કાયદા અંગે માહિતી અપાઈ

વાપીમાં જિલ્લાના ઉદ્યોગકારોને શ્રમ કાયદા અંગે માહિતી અપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૧ ઃ વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન દ્વારા ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ  ના સહયોગથી આજે કનુ દેસાઈ વી.આઈ.ઍ. ઓડિટોરિયમ ખાતે વલસાડ જિલ્લાના ઔદ્યોગિક ઍકમો માટે નવા શ્રમ કાયદા અન્વયે ઍક વિશેષ માહિતી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ના ગાન સાથે કરવામાં આવી  હતી. ત્યારબાદ સત્રના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત વલસાડના ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર  ઍમ. સી. ગોહિલે ઔદ્યોગિક ઍકમોમાં સેફટી કાયદાનું સરળ પાલન, શ્રમિકોનું આરોગ્ય અને સુરક્ષિત કાર્યસ્થળના નિર્માણ અંગે ઊંડાણપૂર્વક છણાવટ કરી હતી. તેમણે નવા કાયદાની જોગવાઈઓ અને તેના વ્યવહારુ અમલથી ઉદ્યોગો તેમજ કામદારો બંનેને થનારા ફાયદાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. વક્તવ્ય બાદ ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોના કાયદાકીય પ્રશ્નો અને મૂંઝવણો બાબતે ગોહિલ  અને તેમની ટીમે ખુલ્લા મને ચર્ચા કરી સંતોષકારક ખુલાસા કર્યા હતા. આ સત્રમાં આયોજક સંસ્થા વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસો.ના પ્રમુખ  સતીષભાઈ પટેલ, ઉપપ્રમુખ  મગનભાઈ સાવલિયા, મંત્રી  કલ્પેશભાઈ વોરા, ખજાનચી  રાજુલભાઈ શાહ, સહ માનદમંત્રી  ચંદ્રેશભાઇ મારું,  પ્રકાશ ભદ્રા, ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ પ્રભાકર બોરોલે,  હેમાંગ નાયક, રાજેન શાહ અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસો.ના પ્રમુખ કૌશિકભાઈ પટેલ, સહિત વલસાડ જિલ્લામા આવેલી ફેક્ટરીઓમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સેફટી હેડ્સ તેમજ ઍચ.આર. મેનેજર્સ ખાસ ઉપસ્થિત રહ્ના હતા.