વલસાડ પાલિકાના વોર્ડ નં.૯માં વરસાદી પાણી ભરાવાને લઈ કલેકટરને રાવ
- byDamanganga Times
- 12 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર ૯ હેઠળ આવેલા મહાદેવનગર અને માધવપાર્ક સોસાયટીના રહીશો ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે. આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
રહીશો દ્વારા રજૂઆતમાં જણાવ્યા મુજબ દર વર્ષે પાણી ભરાવા પાછળ મુખ્યત્વે નીચે મુજબના કારણો જવાબદાર છે આર.પી.ઍફ.મેદાન તરફથી પાણી સોસાયટીની દક્ષિણે આવેલ ય્ભ્જ્ મેદાન અને તેની દીવાલને અડીને આવેલા રોડનું વરસાદી પાણી સીધું મહાદેવનગર અને માધવપાર્ક તરફ વહે છે. ખ્રિસ્તી કબ્રસ્તાન પાસે બનેલા સર્વિસ રોડ પર રેલવે તરફથી આવતું પાણી ઓવર-ફલો થાય છે. ય્્રૂગ્ વિભાગ દ્વારા કબ્રસ્તાનની પૂર્વ તરફ નવી બોક્સ ડ્રેનેજ બનાવવામાં આવી છે, પરંતુ તેનું લેવલ રેલવેના જમીન લેવલ કરતાં ૨ થી ૩ ફૂટ ઊંચું હોવાથી પાણી નિકાલ થવાને બદલે સોસાયટી તરફ વળે છે. આ બોક્સ ડ્રેનેજને દંડીગોયા સુધી લંબાવવાની માંગ કરવામાં આવી છે. મહાદેવનગરમાંથી વહેતું પાણી સુરમ્ય ઍપાર્ટમેન્ટ બહાર આવેલા ચેમ્બર સુધી પહોંચે છે, પરંતુ ત્યાંથી આગળ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ રહે છે. ભવિષ્યમાં સ્થિતિ વધુ વણસવાની ભીતિઃ હાલ સોસાયટીનું આશરે ૭૦ ટકા પાણી માધવપાર્કના રસ્તેથી ખુલ્લા પ્લોટ મારફતે નવજીવન સોસાયટી તરફ નીકળી જાય છે. દિવાળી પછી પ્લોટ માલિક ત્યાં બાંધકામ શરૂ કરનાર હોવાથી આગામી સમયમાં આ પાણી સોસાયટીના ઘરોમાં ભરાઈ જવાની ૧૦૦ ટકા શક્યતા છે.
