મોરાઈ રેલ્વે ઓવરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ કરાયો
- byDamanganga Times
- 12 September, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપીના મોરાઈ રેલ્વે ઓવરબ્રિજને આગામી ત્રણ દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પડ્ઢિમ તરફના ઍક તરફના સ્લેબ અને ઍપ્રોચ રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ બ્રિજ હાઈવેથી શહેર તરફ જવા માટેનો મુખ્ય માર્ગ છે. રોજ હજારો ફોરવ્હીલર, બાઈક અને માલવાહક વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. બ્રિજ બંધ થતાં હવે વાહનચાલકોઍ ફરજિયાત બલીઠા અંડરપાસ થઈને અવરજવર કરવી પડી રહી છે, જેના કારણે બલીઠા તરફ ટ્રાફિકનું ભારણ વધી ગયું છે અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. સૌથી મોટી ક્ષતિ ઍ છે કે તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવા અંગે કોઈ આગોતરી જાહેરાત કરવામાં આવી નથી કે ડાયવર્ઝન અંગેના બોર્ડ લગાવવામાં આવ્યા નથી. જેના કારણે દૂરથી આવતા વાહનચાલકો બ્રિજ સુધી આવીને અટવાઈ રહ્ના છે અને પાછા ફરીને લાંબો ફેરો કાપવા મજબૂર બની રહ્ના છે. ખાસ કરીને સવાર-સાંજ પીક અવર્સમાં હાલાકી વધુ વધી છે. વૈકલ્પિક વ્યવસ્થા અને આગોતરી જાણ ન કરતા શુક્ર, શનિ અને રવિવાર ત્રણ દિવસ બ્રિજ બંધ રહેતા વેપારીઓ અને નોકરિયાત વર્ગને પણ સમય અને ઈંધણનો વ્યય વેઠવો પડશે.
