વલસાડના યુવાનોને વિકસિત ભારત ક્વિઝમાં પ્રધાનમંત્રી સમક્ષ વિચારો રજૂ કરવાને તક મળશે
- byDamanganga Times
- 12 September, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૧ ઃ યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર હેઠળ માય ભારત, વલસાડ દ્વારા જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથના યુવાનોને વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (સ્ગ્ળ્ન્ઝ઼) -૨૦૨૭ ક્વિઝમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલા યુવાનોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના વિચારો અને સૂચનો રજૂ કરવાની તક મળશે.
વિકસિત ભારત ક્૨૦૪૭ના વિઝનને અનુરૂપ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું પુનર્ગઠન વિકસિત ભારત યુવા સંવાદ તરીકે કરવામાં આવ્યું છે. તેના માધ્યમથી યુવાનોને રાષ્ટ્રનિર્માણ, નેતૃત્વ, નવીનતા અને સર્જનાત્મક ચિંતન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્ના છે. આ જ ક્રમમાં ૩૦માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ – વિકસિત ભારત યુવા સંવાદ ૨૦૨૭નું આયોજન કરવામાં આવનાર છે, જેમાં ૧૫થી ૨૯ વર્ષની વયના યુવાનોની સક્રિય ભાગીદારી સુનિડ્ઢિત કરવામાં આવશે.
વિકસિત ભારત યુવા સંવાદની પસંદગી પ્રક્રિયા પાંચ તબક્કામાં યોજાશે. (૧). ક્વિઝ (૨). નિબંધ લેખન, (૩). જિલ્લા ચેમ્પિયનશિપ અને પ્રસ્તુતિ, (૪). રાજ્ય સ્તરીય સંવાદ અને પ્રસ્તુતિ (૫). રાષ્ટ્રીય સંવાદ છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. સફળ પ્રતિભાગીઓને પોતાની નેતૃત્વ ક્ષમતા અને વિચારો રજૂ કરવાની સાથે વિકસિત ભારત ક્૨૦૪૭ ની પરિકલ્પનામાં યોગદાન આપવાની તક મળશે.
માય ભારત, વલસાડના જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરીઍ જિલ્લાના તમામ પાત્ર યુવાનો, શાળાઓ, મહાવિદ્યાલયો તથા યુવા સંગઠનોને અપીલ કરી છે કે, તેઓ વધુમાં વધુ યુવાનોને વિકસિત ભારત ક્વિઝમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે. નોંધણી અને વધુ વિગતવાર માહિતી માટે પ્ળ્ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ ભ્ંશ્વર્દ્દીશ્રની મુલાકાત લેવા જણાવાયુ છે.
આ અંગે વધુ માહિતી માટે આયુષ ચૌધરી, જિલ્લા યુવા અધિકારી, માય ભારત, વલસાડનો કચેરી ફોન નં. ૯૮૨૪૬૮૫૮૨૭ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.
