વાપી ઍલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કુલનું ગૌરવ
- byDamanganga Times
- 12 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ ૭મી સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સેલવાસ સ્થિત પ્રભાત સ્કોલર્સ ઍકેડેમી, દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ સાયન્સ ઍક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ઍલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓનું સુંદર પ્રદર્શન રહ્નાં . શાળા ના ગૌરવશાળી વિજેતાઓ ગ્રુપ ૧- ધોરણ ૬ ના, કુમારી પ્રતિષ્ઠા પાંડે, અદિતિ મિશ્રા અને માસ્ટર વંશ તિવારી તેઓઍ પ્રથમ ક્રમ પ્રા કર્યો. ગ્રુપ ૨. ધોરણ ૮ની કુમારીઅંશિકા મિશ્રા, ધોરણ ૯નાં માસ્ટર હેનીલ પટેલ અને આર્યન મિશ્રા પ્રથમ ક્રમ પ્રા કર્યો..
સ્પર્ધાના બધા વિજેતા વિદ્યાર્થીઓને, શ્રી કૌશિક હરિયા ઍજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન ઍ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી બિમલ હરિયા અને શાળાના આચાર્ય બીન્ની પોલ તથા સ્ટાફ વતી અભિનંદન પાઠવવામાં આવે છે.
