વટાર પંથકમાં ગણેશોત્સવ ઉજવણીની તડામાર તૈયારીઅો
- byDamanganga Times
- 12 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી મહાનગર પાલિકામાં સમાવિષ્ટ થયેલા વટાર ગામમાં ૬ -૭ સ્થાનિકોઍ દર વર્ષની જેમ વિઘન્હર્તા દેવની પધરમણીના સ્થાન કે ગણેશોત્સવની ઉજવણીની તૈયારઅો નયનરમ્ય અને આહલાદક તથા રંગબેરંગી ધ્વજ પતાકાથી સજ્જથયેલા મંડપો સુશોભિત બનવા પામ્યા છે. વટાર ગામમાં જાણે ધાર્મિક નગરી બની જવા પામી હોય જેના અંતર્ગત ગામના હાર્દસમાં પરિસર હોરીમુરાના પરિસરમાં પટેલ યુવક મૈડળ દ્વારા સાર્વજનિક ગણેશોત્સવનું અનેક આકષર્ણ જમાવે છે. જેના અંતર્ગત બાજુના સંઘ વિસ્તારમાં આવેલા ભીમપોર, વાંકડ તથા ઓદ્યોગિક વિસ્તારમાં કામ રતાં કામદારો તથા ઉપદ્યોગપતિઅો ગણેશજીના દર્શન કરી જીવનની ધન્યતા અનુભવે છે. બાદમાં ગણેશોત્સવની ગામના જરસીંંગ ફળિયામાં આવલ કોટેશ્વર મંદિર, વટાર કલારિયા રોડ પરઆવેલું બ્રહ્મદેવ મંદિર, અનાવિલ બ્રાહ્માણ ફળિયામાં આવેલ અોમકારેશ્વર મંદિર, કુંજારી માતાઍ બ્રહ્મદેવની ટેકરી પર વગેરે સ્થળોઍ ઉજવણી કરવામાં આવશે.
