Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ઉમરસાડી માછીવાડમાં વિવિધ યોજના અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

ઉમરસાડી માછીવાડમાં વિવિધ યોજના અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડ બનાવવાની તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓની જન જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે તા.૧૦/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર હોલ, માછીવાડ, ઉમરસાડી, તા. પારડી, જિ. વલસાડ ખાતે સરકારની વિવિધ યોજના અંગે માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.  
આ કાર્યક્રમમાં સરકારી શ્રમ અધિકારી ઍન.બી. પરમાર, મદદનીશ સરકારી શ્રમ અધિકારી  ઍમ.ઍ. પટેલ અને કે.આર. અલગોતર તથા કેંદ્ર સંચાલક આર.કે. પટેલ, હાજર રહ્ના હતા. જેઓઍ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અસંગઠિત શ્રમયોગીઓને ઇ-શ્રમ કાર્ડના લાભો તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓ જેવી કે, અંત્યેષ્ઠિ સહાય યોજના અને ગુજરાત જુથ(જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ મહત્તમ લોકો લાભ લે તે માટે તેઓને માહિતગાર કર્યા હતા. આ યોજનાકીય લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવાની પણ જાણકારી આપવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં ઇ-શ્રમ કાર્ડની નોંધણી કરાવવા અંગેના પેમ્પ્લેટ તથા બોર્ડની યોજનાઓને લગતા પેમ્પ્લેટ હાજર રહેલા દરેક અસંગઠિત શ્રમયોગીઓને વિતરણ કરવામાં આવ્યા હતાં. વધુમાં તેઓને જણાવવામાં આવ્યું હતું કે, જે કોઈપણ અસંગઠિત શ્રમયોગી આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓઍ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, વલસાડ તથા તાલુકાની મદદનીશ સરકારી શ્રમ અધિકારીની કચેરી અને ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળના કેન્દ્ર સંચાલકો, ઘ્લ્ઘ્ સેન્ટર કે સ્ન્ચ્ ની કક્ષાઍથી તે અંગે જરૂરી માહિતી મેળવી શકે છે. અને સન્માન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે તે અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતાં.