ભિલાડ ત્વ્ત્માં કોરોમંડલ દ્વારા ૧૦૫ હાઈજીન કિટનું વિતરણ
- byDamanganga Times
- 11 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૦ ઃ કોર્પોરેટ સામાજિક જવાબદારી (ઘ્લ્ય્) અંતર્ગત સામુદાયિક સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ (સરીગામ યુનિટ) દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ત્વ્ત્), ભિલાડ ખાતે વિશેષ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ અંતર્ગત ત્વ્ત્ ભિલાડની ૯૯ તાલીમાર્થી વિદ્યાર્થીનીઓ અને ૬ મહિલા સ્ટાફ સભ્યોને કુલ ૧૦૫ હાઈજીન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક કિટમાં બેગ, સેનિટાઈઝર, સેનિટરી પેડ, પાઉચ, સ્ટીલની પાણીની બોટલ, માસ્ક અને નેલ કટર સહિત રોજિંદા ઉપયોગની આવશ્યક સામગ્રી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કોરોમંડલના ઘ્લ્ય્ પ્રતિનિધિઓ વિનીત પાંડે અને સાક્ષી સિંહે વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વ્યક્તિગત સ્વચ્છતા યુવતીઓના સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને નિયમિત શૈક્ષણિક હાજરી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તાલીમાર્થી વિદ્યાર્થીનીઓ આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ વિના પોતાના કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવા હેતુથી આ સહયોગ આપવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્વ્ત્ ભિલાડના સંચાલકોઍ કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડના આ સંવેદનશીલ અને પ્રશંસનીય ઘ્લ્ય્ પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આવા સહયોગથી વિદ્યાર્થીનીઓનું મનોબળ વધવાની સાથે તેમને સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણમાં તાલીમ મેળવવા પ્રેરણા મળે છે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે ત્વ્ત્ ભિલાડના આચાર્ય, પ્રશિક્ષકો, કોરોમંડલની ઘ્લ્ય્ ટીમ તથા મોટી સંખ્યામાં તાલીમાર્થી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્ના હતા.
