ઉમરગામમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ
- byDamanganga Times
- 11 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૦ ઃ ઉમરગામ શહેર ભાજપ પ્રમુખ મયંકભાઇ પ્રેસવાલા, ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, પ્રભારી પરેશભાઈ, ઉપપ્રમુખ યોગેશભાઈ આરોગ્ય સમિતિ ચેરમેન સમીરભાઈ કંસારા, તાલુકા વિકાસ અધિકારી સહિત ભાજપના હોદ્દેદારો કોર્પોરેટરો ઉપસ્થિત રહ્ના હતાં.
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર અને અનુસરી ભાજપ દ્વારા નગરપાલિકા સાથે મળી વોર્ડ નંબર ૬ ગાંધીવાડી વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરાયું હતું. શહેર ભાજપ સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, જાગૃત આગેવાનોની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યા બાદ ધારાસભ્ય રમણભાઈ પાટકરે પ્રાસંગિક ઉદ્દબોધનમાં વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરી દેશમાં લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા પહેલ કરી હતી જે આજે બાર વર્ષ પછી સમગ્ર દેશમાં તેનું પરિણામ જોવા મળી રહ્નાં છે લોકો સ્વચ્છતા અંગે જાગૃત બન્યા છે. આરોગ્ય ક્ષેત્રે પણ તેના લાભ મળી રહ્ના છે. અગાઉની તુલનામાં સ્વચ્છતાને કારણે માંદગીમાં ઘટાડો જોવા મળે છે. દરેક નાગરિકે ઘર, ફળીયિં, ગામમાં સ્વચ્છતા રહે તે માટે યોગદાન આપી અભિયાનમાં સહભાગી થવું જોઈઍ તેમ અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવે આભાર પ્રગટ કર્યો હતો. ઉમરગામ નગરપાલિકા સીઍચસી ખાતેથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય રમણભાઈ પાટકરના માર્ગદર્શન અને નેતૃત્વમાં તાલુકા વિસ્તારમાં વિવિધ ગ્રામ પંચાયતોમાં સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી શરૂ કરાઈ છે. પ્રથમ ફેણસા ગ્રામ પંચાયત અને ત્યારબાદ માંડા ગામ પંચાયત અને હવે પછીના રવિવારે ખત ખતલવાડ ગ્રામ પંચાયત કચેરી ખાતે સફાઈ અભિયાન શરૂ કરાશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીઍ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સૂત્ર દેશવાસીઓને આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા મિશન મોડમાં કાર્યક્રમ શરૂ કર્યો હતો. જે આજે પણ વિવિધ સમાજો અગ્રણીઓ ઉદ્યોગકારો દ્વારા થઈ રહ્ના છે.
