સરીગામ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થીની કલાકારચિત્ર સ્પર્ધામાં પ્રથમ
- byDamanganga Times
- 11 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૦ ઃ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થીની ગ્રીષ્મા છેડા વાપી ખાતે આવેલ ઍલ.જી. હરિયા મલ્ટી પર્પઝ શાળા ખાતે કલાકારચિત્ર-૨૦૨૬ઁ ઈન્ટર શાળા પેઈન્ટિંગ અને પોસ્ટર સ્પર્ધાઁયોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાનાની ૧૮ શાળાના કુલ ૧૦૮ જેટલા વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમાં ધોરણ-૧૧ અને ૧૨ની સ્પર્ધામાં ગ્રીષ્મા છેડાનો પ્રથમ ક્રમાંક પ્રા થયો હતો. ઇનામ રૂપે ૧૫૦૦ રૂપિયા રોકડ ઈનામ, ટ્રોફી અને પ્રમાણપત્ર પણ મળ્યું હતું. ગ્રીષ્મા છેડા પોતાનો ઉત્સાહ, ધગશ, અથાગ પરિશ્રમ થકી અને શાળાના ડ્રોઈંગ વિભાગના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ કલાકારચિત્ર -૨૦૨૬ ઇન્ટર શાળા પેઈન્ટિંગ અને પોસ્ટર સ્પર્ધા પ્રથમ ક્રમાંક લાવી શાળાનું નામ રોશન કરવામાં આવતા ખુશીની લાગણી શાળા પરિસરમાં પ્રસરી હતી. ગ્રીષ્મા છેડા પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ગજેરા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ વસંતભાઈ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણ પવાર અને લક્ષ્મી શાળા પરિવાર તરફથી સ્નેહભર્યા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
